તને પર્વત બની આભને આંબવું ગમે
મને ઝરણું બની તારા મહી જ રણઝણવું ગમે
તું લખતો રહે લોહીયાળ સ્પંદનો
મને એના હરેક રક્ત્બિંદુ મહી જ ધડકવું ગમે
તું મારા તારા દર્દના ભાગલા કરતો રહે
મને તારા દર્દ ને મારી આંખોથી ટપકાવાવું ગમે
તને તો બસ મારું હોવું ગમે
મને હું કદી નાં મળું એમ તારામાં ખોવાવું ગમે
તને વાસ્તવિકતા ઓઢી ફરવું ગમે
મને તારી ભીતરની ભાગોળ માં મહાલવું ગમે
તું કહેતો રહે તને જે ગમે
મને ઝૂલે બેસી માથું ખભે ઢાળી બધુજ સંભાળવું ગમે
તને કુમળી ઉઘડતી સવાર ગમે
મને રંગીન સંધ્યાએ તારી હથેળી ઝાલી દરિયા સંગ ચાલવું ગમે
તું જે કહે એ કવિતા બની જાય
શું કહું હું ???!!!!
મને તારી કવિતાની દરેક પંક્તિ ને હેતથી ચૂમવું ગમે.....!!!
હેતલ શાહ

હેતલજી ની આ મારી ગમતી સૌથી સરસ રચના........
ReplyDelete