Friday, 9 September 2011















તને પર્વત બની આભને આંબવું ગમે
મને ઝરણું બની તારા મહી જ રણઝણવું ગમે

તું લખતો રહે લોહીયાળ સ્પંદનો
મને એના હરેક રક્ત્બિંદુ મહી જ ધડકવું ગમે

તું મારા તારા દર્દના ભાગલા કરતો રહે
મને તારા દર્દ ને મારી આંખોથી ટપકાવાવું ગમે

તને તો બસ મારું હોવું ગમે
મને હું કદી નાં મળું એમ તારામાં ખોવાવું ગમે

તને વાસ્તવિકતા ઓઢી ફરવું ગમે
મને તારી ભીતરની ભાગોળ માં મહાલવું ગમે

તું કહેતો રહે તને જે ગમે
મને ઝૂલે બેસી માથું ખભે ઢાળી બધુજ સંભાળવું ગમે

તને કુમળી ઉઘડતી સવાર ગમે
મને રંગીન સંધ્યાએ તારી હથેળી ઝાલી દરિયા સંગ ચાલવું ગમે

તું જે કહે એ કવિતા બની જાય
શું કહું હું ???!!!!
મને તારી કવિતાની દરેક પંક્તિ ને હેતથી ચૂમવું ગમે.....!!!
હેતલ શાહ 
My Collection 













ક્યારેય એવું ના વિચારો કે તમે કોઈ બીજાના જેવા નથી..! 
બીજાને એવું વિચારવા માટે મજબુર કરો કે તેઓ તમારા જેવા નથી”. 
આ છે સાચી જીવન જીવવાની કળા
My Collection 


 



 
મેં મોત નથી જોયું,
પણ
એ ઓછુ ખુબસુરત નહી હોય કારણ કે,
દોસ્તો જે પણ એને મળે છે,
કમબખ્ત જીન્દગી છોડી ને ચાલ્યું જાય છે...
My Collection 






ઉપરથી ભલે હોય રૂંવાટી સરખી,
અંદર નથી ઈન્સાનોની માટી સરખી;

ખાબોચિયું દરિયો કે સરિતા હો 'મરીઝ'
ઉપરથી જો જોયું છે સપાટી સરખી.
My Collection
 
 
 
 
 
એક ડોક્ટર હતા. હંમેશાં ખુશ રહે.

એક દિવસ એક મિત્રે તેમને સવાલ કર્યો કે
તું દરેક સંજોગોમાં આટલો ખુશ કેવી રીતે રહી શકે છે?

... ......ડોક્ટરે જવાબ આપ્યો કે
મારી દવા ઉપરથી હું જિંદગી જીવતા શીખ્યો છું! દવા ખાઈને નહીં પણ દવા પાછળનું તાત્પર્ય સમજીને!

ડોક્ટરે મતલબ સમજાવ્યો કે
આપણા મોઢામાં ચોકલેટ હોય તો આપણે ચગળ્યા રાખીએ છીએ અને દવાની કડવી ગોળી હોય ફટ દઈને ગળેથી નીચે ઉતારી દઈએ છીએ.

બસ આવું જ જિંદગીનું છે!

ખરાબ ઘટના હોય તેને ગળેથી નીચે ઉતારી નાખવાની અને મજા આવે એવું હોય એને ચગળ્યા રાખવાનું!
My Collection 
 
 
 
 
I asked life..... Why r u so difficult..???

Life said..... "U never appreciate easy things....."
My Collection